અમદાવાદના પ્લેન ક્રેશ થયાની ભયંકર દુર્ઘટના બનવા પામી. મેઘાણીનગરના ભરચક વિસ્તારમાં લંડન જતુ વિમાન ઉડાન ભર્યાના 5 મિનિટમાં જ ક્રેશ થયું. આ દુર્ઘટનાના હમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો ભયંકર તબાહીના ભણકારા બતાવે છે. આ ઈન્ટરનેશનલ ફ્લાઈટઅમદાવાદથી લંડન જઈ રહી હતી. દરમિયાન આ ભયંકર અકસ્માત બનવા પામ્યો. 



અકસ્માત બાદ બધે કાળો ધુમાડો

અકસ્માત બાદ બધે કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને બચાવ માટે ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કાર્ય શરૂ કર્યું. મેઘાણીનગરમાં બે સ્થાન પર પ્લેન અથડાયું અને પછી દુર્ઘટનાગ્રસ્ત થયું. મેઘાણી નગરના, જ્યાં વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે અને આસપાસની ઈમારતોમાં પણ આગ લાગી ગઈ છે. આ ઉપરાંત મેડિકલ ડોક્ટરની હોસ્ટેલ સાથે વિમાન અથડાયું. જ્યારે દુર્ઘટના બની ત્યારે અભ્યાસ કરતા ડોક્ટર જમવાની તૈયારીમાં હતા. દરમિયાન આ ઘટના બનવા પામી.




પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 50 અભ્યાસ કરતા ડોક્ટરનો મોત થયાની સંભાવના છે. પ્લેન ક્રેશ થતા કોલેજ કેન્ટીનના દ્રશ્યો બતાવે છે આ કેટલી મોટી તબાહી છે.  મીડિયા સમાચારમાં અત્યારે મોતના ચોક્કસ આંકડા સામે આવ્યા નથી.



આ વિમાન લગભગ 400 ફૂટની ઊંચાઈથી પડયું છે. જમીન પર પડતાની સાથે જ વિમાન આગનો ગોળો બની ગયું અને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. સામે આવેલા બચાવ વીડિયોમાં જોઈ શકાય છે કે બધું રાખ અને કાટમાળમાં ફેરવાઈ ગયું છે. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાંથી 139 ભારતીય હોવાનું કહેવાઈ રહ્યું છે.


ઘટનાસ્થળે ઈમરજન્સી ટીમ તૈનાત

ઘટનાસ્થળે ઈમરજન્સી ટીમ તૈનાત કરવામાં આવી છે. મેઘાણી નગર વિસ્તાર નજીક ધારપુરમાંથી ભારે ધુમાડો જોવા મળી રહ્યો છે. ક્રેશ થયેલ વિમાન બોઈંગનું 787 ડ્રીમલાઈનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થતા તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખેસડાયા છે. આ ફ્લાઇટ દૂર્ઘટના બાદ પીએમ મોદીએ સમગ્ર માહિતી મેળવી હતી. અને ગુજરાત આવવા માટે રવાના થયા છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે.

  • Follow us on: