અમદાવાદ શહેરના નરોડા GIDC ફેસ-1 વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. SMCની ટીમે અમી એન્ટરપ્રાઈઝ સામે આવેલી એક અવાવરૂ જગ્યા પર અચાનક દરોડો પાડ્યો હતો. આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી સંતાડવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
71 પેટીઓમાંથી 2,628 બોટલ દારૂ-બીયર જપ્ત
પોલીસના દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 71 જેટલી પેટીઓ મળી આવી હતી, જેમાં તપાસ કરતા 2,628 બોટલ દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. SMC દ્વારા ઝડપાયેલા દારૂની કિંમત આશરે રૂ.10.97 લાખ અંકાયા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા અન્ય સાધનો અને વાહનો મળીને પોલીસે કુલ રૂ.32.57 લાખનો મત્તાનો મુદ્દામાલ સ્થળ પરથી સીઝ કરીને જપ્ત કર્યો છે.
