ગુજરાતમાં વાહનો પર જ્ઞાતિવાદી અને જાતિવાદી લખાણો લખવા પર પ્રતિબંધ મૂકવા માટે ગુજરાત મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ વાહનો પર જ્ઞાતિ દર્શાવતા નામ, લખાણ, સ્ટીકર અને પ્રતીકો લગાવવા પર પ્રતિબંધ રહેશે. ટુ-વ્હીલરથી લઈને કાર અને અન્ય ખાનગી વાહનો પર પણ આ નિયમ લાગુ પડે છે, જેથી વાહનો પર જ્ઞાતિ આધારિત ઓળખ દર્શાવતા લખાણો હવે માન્ય ગણાશે નહીં.
રિયાલિટી ચેકમાં SP કચેરીના પાર્કિંગમાં લખાણ જોવા મળ્યા
સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન પ્રતિબંધ છતાં વાહનો પર જ્ઞાતિવાદી લખાણો જોવા મળ્યા છે. ગ્રામ્ય એસપી કચેરીના પાર્કિંગમાં ઊભેલા વાહનો પર તેમજ પોલીસના વાહનો પર પણ આ પ્રકારના લખાણ યથાવત જોવા મળ્યા હતા. નિયમનો અમલ કરાવવાની જવાબદારી ધરાવતા તંત્રના પરિસરમાં જ આવા લખાણો દેખાતા સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.
