આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા સરસપુર બાજુથી પ્રવેશ ખૂલતાં જ મુસાફરોની અવરજવર ફરી ધમધમતી કરી દેવાઈ છે અને ચાર મહિનાથી ચાલી રહેલી અસુવિધાનો સુખદ અંત આવ્યો છે.અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને વિકાસ અંગે માહિતી આપતાં પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ સ્ટેશનના ઇન્ટિગ્રેશનનું કામ હાલ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું છે.સ્ટેશનની દૈનિક કામગીરી કે ટ્રેન વ્યવહાર બંધ કર્યા વગર આ તમામ વિકાસલક્ષી કામો સતત ચલાવવામાં આવી રહ્યા છે.

તહેવારો દરમિયાન મુસાફરોનો ધસારો વધશે

પશ્ચિમ રેલવે અમદાવાદના ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ સ્ટેશનના ઇન્ટિગ્રેશનનું કામ હાલ ખૂબ જ ઝડપથી આગળ ધપી રહ્યું છે.સ્ટેશનની દૈનિક કામગીરી કે ટ્રેન વ્યવહાર બંધ કર્યા વગર આ તમામ વિકાસલક્ષી કામો સતત ચલાવવામાં આવી રહ્યા છે.તહેવારો દરમિયાન મુસાફરોનો ધસારો અતિશય વધી જતો હોવાથી તેને પહોંચી વળવા માટે નવનિર્મિત પ્લેટફોર્મ નંબર 9 થી 12 પણ તહેવારો પહેલાં જ મુસાફરો માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ ઉપરાંત છઠ્ઠ પૂજાનું પણ મહત્વ વધુ હોવાથી ઉત્તર ભારત તરફના લોકો પોતાના વતન તરફ જશે. જેવો તે લોકોને પગાર મળશે તેઓ પોતાના વતન તરફ રવાના થશે. 

વધુ ટ્રેન દોડાવાની પણ રેલવે તંત્રએ તૈયારીઓ કરી

આ લોકો પોતાના પરિવાર સાથે સારી રીતે દિવાળી મનાવી શકે તે માટે વધુ ટ્રેન દોડાવાની પણ રેલવે તંત્રએ તૈયારીઓ કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પહેલા જે ટ્રેનો દિવાળી સહિતના તહેવારોમાં સ્પેશિયલ ધોરણે દોડાવવામાં આવતી હતી તે ટ્રેનોને અમે પરમેનેન્ટ કરી દીધી છે. કેટલીક નવી ટ્રેનો પણ દોડાવવા માટે અમે વિચારણા કરી રહ્યાં છીએ. ભુજથી એક અમૃતભારત ટ્રેન છે જે અમદાવાદ થઈને બિહાર જાય છે તેને પણ અમે વેકેશન માટે દોડાવીશું. આ ઉપરાંત જે ગઈ સાલ એકસ્ટ્રા ટ્રેન દોડાવાઈ હતી અને આ વખતે પણ જે એક્સ્ટ્રા ટ્રેન દોડાવાશે તેની સાથે અમે પાંચથી 6 લાખ લોકોને તેમના વતનમાં લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા કરીશું.

આ પણ વાંચોઃ Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે AMC એક્શનમાં, સતત બીજા દિવસે મોટેરામાં ડિમોલિશન શરૂ