દિવાળીના તહેવારની મોસમમાં સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે ફટાકડા વિક્રેતાઓ સામે એક મોટી ઝુંબેશ હાથ ધરી છે, જેમાં મોટા પાયે કરચોરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ GSTની ટીમે રાજ્યના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે.


ફટાકડા વિક્રેતાઓ સામે સ્ટેટ GSTની કાર્યવાહી

GST વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં 37 ફટાકડા વિક્રેતાઓના કુલ 69 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં અધિકારીઓને ₹4.33 કરોડની કરચોરી મળી આવી હતી, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તારણ મુજબ, વિક્રેતાઓએ ₹16 કરોડથી વધુના ટેક્સ અને કોમ્પ્લાયન્સ અંગે બેદરકારી દાખવી હતી. આ તપાસ મુખ્યત્વે બિલ વગર ફટાકડાનું વેચાણ કરવા અને ઓછું વેચાણ દર્શાવીને કરચોરી કરવાના મુદ્દા પર કેન્દ્રિત હતી. GST વિભાગને અનેક સ્થળોએ ફટાકડાના ભારે સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો, જે સ્પષ્ટપણે અનિયમિતતા દર્શાવે છે.

બિલ વગર ફટાકડાનું વેચાણ કરવા અંગે તપાસ

GST વિભાગ દ્વારા જે વિસ્તારોમાં આ દરોડા પાડવામાં આવ્યા તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, રાજકોટ, મોરબી, જામનગર જેવા મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીધામ અને વાપી-વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ટીમોએ તપાસ હાથ ધરીને ગેરરીતિ આચરતા વેપારીઓને ઝડપી પાડ્યા હતા. GST વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, તહેવારો દરમિયાન સરકારને થતી મહેસૂલી નુકસાની અટકાવવા માટે આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે

  • Follow us on: