અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસ અને GIDC દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના ચરલ ગામમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપી મહેશના ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવ્યું છે.
ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહેશે ચરલ ગામના ત્રણ રસ્તા પાસે આવેલી GIDCની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરીને પાન પાર્લરનો શેડ બનાવી દીધો હતો. આ આરોપી અગાઉ ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને તેની અસામાજિક પ્રવૃત્તિઓને કારણે વિસ્તારમાં ભયનો માહોલ હતો.










