અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. વાયરલ ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે . અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત UHC, CHC અને 3 હોસ્પિટલમાં દરરોજ આશરે 18 હજારની ઓપીડી નોંધાઈ રહી છે.

વાયરલના કેસોમાં વધારો


સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અત્યારે વાયરલના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ડબલ ઋતુ હોવાના કારણે શરદી, તાવ , ઉધરસ જેવા રોગોના 3500 જેટલા કેસ સામે આવી રહ્યા છે. વાયરલ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ પણ ફેલાઇ રહ્યા છે.

મેલેરિયાના 121 કેસ, ડેન્ગ્યુના 296 કેસ


રોગચાળાના આંકડા જોઈએ તો ચાલુ માસના 20 દિવસમાં મેલેરિયાના 121 કેસ, ડેન્ગ્યુના 296 કેસ, ઝાડા ઉલ્ટીના 186 કેસ અને કમળાના 276 કેસ નોંધાયા છે તો ટાઈફોઈડના 259 કેસ અને કોલેરા 3 કેસ નોંધાયા છે.

પાણીજન્ય રોગચાળો

પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ મનપા દ્વારા આપવામાં આવતું પાણી પણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ક્લોરિન ટેસ્ટ માટે લેવામાં આવેલા 35 હજાર સેમ્પલ પૈકી 25 સેમ્પલ ફેલ થયા છે.. બેક્ટેરિયલ ટેસ્ટ માટે લેવામાં આવેલા 4900 થી વધારે સેમ્પલ લેવાયા જે પૈકી 83 સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે
  • Follow us on: