અમદાવાદમાં આધુનિક વેજીટેબલ માર્કેટ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. આધુનિક વેજીટેબલ માર્કેટનું ઉદ્ધાટન ખોરંભે ચડ્યું છે. ચાણક્યપુરીમાં લાખોના ખર્ચે માર્કેટ બનાવાયું છે. ઉદ્ધાટન ન થતા માર્કેટને લોકોએ ચબૂતરો બનાવ્યો છે. શાકભાજીના વેપારીઓને તમામ ઋતુમાં મળી શકે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. વિશેષ શેડ સાથે આ આધુનિક વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે.
આધુનિક વેજીટેબલ માર્કેટ હાલ ધૂળ ખાઈ રહ્યું
આ આધુનિક વેજીટેબલ માર્કેટમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. માર્કેટમાં આવતા લોકોને પાર્કિંગની કોઈ તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કરોડોના ખર્ચે બનાવેલા આ માર્કેટ હાલ ધૂળ ખાઈ રહ્યું તેવું લાગી રહ્યું છે. કરોડો રૂપિયાનો આ માર્કેટ પાછળ ખર્ચ કરી લોકોએ તેને ચબૂતરો બનાવ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવા માર્કેટ બનાવવામાં આવ્યા છે.
વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન ખોરંભે ચઢ્યું
આ માર્કેટથી લોકોને સરળતાથી એક જગ્યાએ બધી શાકભાજી મળી રહે તેવા હેતુંથી શરૂ કરવામાં આવેલું માર્કેટ હાલ ધૂળ ખાઈ રહ્યું છે. આધુનિક વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન ખોરંભે ચઢ્યું છે. ચાણક્યપુરીમાં બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટ બનીને તૈયાર છે. ઉદ્ઘાટન ન થતા રાહદારીઓએ વેજીટેબલ માર્કેટને ચબુતરો બનાવી દીધું છે.