અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની મોટી દુર્ઘટના સામે આવી છે. એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે સમયે પ્લેનમાં 242 લોકો સવાર હતા, જેમાં 53 પેસેન્જર વિદેશી પ્રવાસીઓ હતા, ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હતા. આ પ્લેને અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી પણ ઉડાન ભરવાના થોડા સમયમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
પ્લેન ક્રેશ બાદ ભારે અફરાતફરી મચી
અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું છે. શરૂઆતની તપાસમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે તેનો પાછળનો હિસ્સો એટલે કે પ્લેનનો ટેલ અથડાવવાથી આ ઘટના બની છે. ત્યારે આ ઘટના બાદ ભારે ભાગદોડ મચી ગઈ છે અને જે જગ્યાએ પ્લેન ક્રેશ થઈને પડ્યું છે, ત્યાં પણ અફરાતફરીનો માહોલ મચી ગયો છે. ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો સાંભળો આ વીડિયોમાં.
આ કારણે થયુ પ્લેન ક્રેશ
મળતી માહિતી પ્રમાણે વિમાનના એન્જીનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી. જેના કારણે આ દુર્ઘટના બની, પ્લેનમાં 238 લોકો હાજર હતા. એર ઈન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી ટેક ઓફ કર્યા પછી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટના સ્થળ પર ધુમાડો જોઈ શકાય છે. ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રી અને અમદાવાદ પોલીસ કમિશનરે ફોન પર વાત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે. અમિત શાહે દરેક પ્રકારની મદદનો ભરોસો આપ્યો છે.









