અમદાવાદમાં ખાનગીશાળાઓમાં વધતી ફીને લઈને વાલીઓમાં નારાજગી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો એડમિશન માટે ધસારો વધ્યો છે. જો કે હાલમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકોનો મામલો સામે આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતા પુસ્તકો અન્ય સ્થાને લઈ જતા ટ્રકને કોંગ્રેસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
અપડેટ: અમદાવાદમાં પસ્તીમાંથી પુસ્તકો મળવાનો કેસ સામે આવતા જ તાત્કાલિક શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ આપ્યા. સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી. મીડિયા સમગ્ર મામલાના અહેવાલ પ્રસારિત થયા બાદ ગણતરીના કલાકાોમાં વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી.
કોંગ્રેસે પુસ્તકો ભરેલ ટ્રક ઝડપી
સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે માટે મધ્યાહન ભોજન પણ કરાય છે. પરંતુ સરકારની સુવિધાનો અનેક વખત દુરુપયોગ થતો હોવાનું સામે આવે છે. તેમ હાલમાં અસારવાની એક શાળામાંથી રાજ્ય સરકારના નવા પુસ્તકો ટ્રક મારફતે બીજા રાજ્યમાં સગેવગે કરાતા હોવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક ટ્રક ઝડપી પાડી.
સ્થાનિક પોલીસને કરાઈ જાણ
અને તેમાંથી અલગ-અલગ ધોરણની રાજ્ય સરકારના વિના મૂલ્યે યોજના હેઠળ અપતા પુસ્તકો મળી આવ્યા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ્યારે આ બાબતે ટ્રક ડ્રાઈવરને પૂછયું કે કયાં જઈ રહ્યો છે ત્યારે તે ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યો. એવુ અનુમાન છે કે પુસ્તકો ભરેલ ટ્રક પંજાબ જઈ રહી છે. અને કેટલાક શખ્સો દ્વારા ત્યાંના કોઈ ભંગારના ગોડાઉનમાં નવા પુસ્તકો પસ્તીમાં પધરાવવાનો કારસો રચાયો હોવાની શંકા છે. સમગ્ર મામલે કોંગ્રેસ કાર્યકર્તાએ ટ્રક ઝડપી સ્થાનિક પોલીસને જાણ કરી.









