કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 20 અને 21 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે
20 નવેમ્બર, બપોરે, અમિત શાહ ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે. તેઓ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. 21 નવેમ્બર: સવારે 10 વાગે, તેઓ ભુજ જશે. ભુજ ખાતે, તેઓ BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના સ્થાપના દિનના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે, તેઓ મોરબી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.










