વડોદરાના જરોદ વિસ્તારમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જરોદ બસ સ્ટેન્ડ પાસે એટીએસની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એકે-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવતાં તપાસ એજન્સીઓ સતર્ક થઈ છે.

જરોદ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી

પ્રાથમિક વિગતો મુજબ, ગુજરાત એટીએસને મળેલી માહિતીના આધારે જરોદ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી પાસેથી ઓટોમેટિક હથિયાર અને જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યાં હતાં.

જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શનની આશંકા

આરોપી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ કનેક્શન અંગે હજુ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. એટીએસ દ્વારા આરોપીની પૂછપરછ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

https://x.com/ANI/status/2126181217771102406?a=RNs9HGvkDZhCUch5VoE&s=20 


પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા

આરોપી પાસે એકે-47 જેવું ઓટોમેટિક હથિયાર ક્યાંથી આવ્યું અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે નેટવર્કની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ થઈ રહી છે. પૂછપરછ દરમિયાન આતંકવાદી કનેક્શન અને હથિયાર અંગે વધુ વિગતો સામે આવી શકે છે. 


આ પણ વાંચો :   Explainer : પ્રશ્નકાળ નહીં, શૂન્યકાળ નહીં… તો 4 દિવસ સંસદમાં શું થવાનું છે? વાંચો, આખુ ગણિત