અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં નશાકારક દવાઓ અને કફ સિરપનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી વાસણા પોલીસ ટીમને મળી હતી. બાતમીના આધારે વાસણા પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ગરીબનવાજ હોટલની ગલીમાં કુબા મસ્જિદ નજીક દરોડો પાડ્યો હતો.
વાસણામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો
પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા શાહનવાજ ઉર્ફે શાનું ઉર્ફે દિલ્લી ઈલિયાસ અંસારી નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ઓટો રિક્ષાની તલાશી લેતાં અંદરથી નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક જ કંપનીની કૂલ 387 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી છે. પ્રતિ બોટલ રૂ. 261 ની કિંમત લેખે કફ સિરપની કુલ કિંમત રૂ. 1,01,007થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1,51,507નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
