વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવની ગરીમા તંત્રની ઉપેક્ષા કારણે દિન પ્રતિદિન ભૂંસાઈ રહી છે. ત્યારે થોડા સમયમાં તળાવમાં હજારો માછલીઓ મોતને ભેટતા શહેરમાં જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. તેમજ આસપાસમાં ભારે દુર્ગંધ વ્યાપ્ત અહીંયા મુલાકાતે આવતા તેમજ માર્ગેથી પસાર થતા લોકોને નાકે ડૂમો આપી પસાર થવું પડે છે.સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. મુનસર તળાવમાં ચોમાસુ પાણી આવક થાય છે તે વરસાદી પાણી માં ગટરના પાણી વહેતા હોવાથી આ ગંદા પાણી તળાવમાં આવે છે. તેમ છતાં સ્થાનિક તંત્ર, સિંચાઈ તંત્ર કે પુરાતન વિભાગ દ્વારા સંભાળ લેવાતી નથી. છેલ્લા બે ત્રણ દિવસથી તળાવમાં હજારો માછલી મોતને ભેટી રહી છે. તેમ છતાં નીંભર તંત્ર ચૂપકિદી સેવી રહ્યું છે. જીવદયા પ્રેમીઓની તળાવમાં જળ જીવોને પુરતો ઑક્સિજન મળી રહે તે માટે પગલાં લેવા માંગ છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









