વિરમગામ તાલુકાના મેલજ - કાદીપુર જુથ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી પહેલા વહીવટદાર નિમાયા હતા.જેમના સમય દરમ્યાનમાં ગામમા માટી મેટલ, પેવરબ્લોક તથા તાર ફેંસિંગના ત્રીસ લાખની માતબર રકમના કામો થયા છે. જે કામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ થવા પામ્યો છે. તાજેતરમાં ગ્રામ પંચાયતના સરપંચ પદે ચુંટાઈ આવી ગામનું સુકાન સંભાળનાર વિષ્ણુભાઈ ઠાકોરે થયેલા કામો સામે તપાસ કરવા DDO તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિતમાં તાજેતરમાં રજૂઆત કરી છે. ગામમાં માટી મેટલ સહિત કામમાં કોન્ટ્રાકટર એજન્સી દ્વારા ગોલમાલ કરવામા આવી હોવાથી તેમના કામની રકમ નહીં ચૂકવવા જણાવ્યું છે. ત્રીસ લાખની રકમના કામોમાં રૂ. 14થી 15 લાખની રકમ ચૂકવાઇ છે. જે રકમ બેંકમાં જમા હોવાથી ઉચ્ચકક્ષાએથી તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી રકમ નહીં ફાળવવા સરપંચે જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ લેખિતમાં રજૂઆત કરતા તંત્ર દોડતું થયાનુ જાણવા મળ્યું છે. રસ્તા સહિત કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સરપંચે વધુમાં જણાવ્યુ છે.

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર









