વિરમગામ રેલવે સ્ટેશન પર શુક્રવારે સવારે ઇન્ટરસિટી ટ્રેનના એક મુસાફરનો જીવ આરપીએફ્ પોલીસ જવાનની સતર્કતાથી બચી જવા પામ્યો હતો. બનાવની વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ જામનગર વડોદરા ઇન્ટરસિટી મુસાફર ટ્રેન તેના રાબેતા મુજબ શુક્રવારે સવારે 8-49 સમયે વિરમગામ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બે અથવા ત્રણ પર આવવાની જગ્યાએ પાંચ નંબર પર આવી હતી. જેમા જામનગરથી અમદાવાદ પ્રસંગમાં હાજરી આપવા 60 વર્ષીય જેનીશ શાહ નામના મુસાફર સી - ટુ ડબ્બાની સીટ નં. 49 પર મુસાફરી કરી રહ્યા હતા. વિરમગામ સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રેનમાંથી અગમ્ય કારણસરથી ઉતર્યા હતા. દરમિયાન ટ્રેન આગળ વધવા માટે 9:06 સમયે ઉપડી હતી. ત્યારે જેનીશ શાહ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે સરકી પડયા હતા. આ સમયે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા રેલવે પોલીસ જવાન મહેશકુમાર સૈનીની નજર પડતા ક્ષણનો વિલંબ કર્યા વિના સતર્કતા દાખવી ટ્રેનમાં ચડી જઈને ઇમરજન્સી ચેન પુલિંગ કર્યું હતુ. તુરંત ટ્રેન માંથી બહાર આવી પ્લેટફોર્મ પર ઉપસ્થિત અન્ય લોકોની મદદ વડે ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે સરકી પડેલા વૃદ્ધ જેનીશ શાહને બહાર ખેંચી લઈ જાન બચાવી લીધો હતો. પ્લેટફોર્મ પર અન્ય ઉપસ્થિત મુસાફરો સહિત ઇન્ટરસિટી ટ્રેનના મુસાફરોની ગુંજેલી ચિચિયારીઓ શાંત થઈ સૌના ચેહરા પર રાહત જોવા મળી હતી. તેમજ મુસાફર જેનીશ શાહે રેલવે પોલીસના જવાન મુકેશ સૈનીને સર્તકતાને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









