વિરમગામ શહેરમાં ભુગર્ભ ગટરોની સફાઇ માટે પાલિકા તંત્ર દ્વારા નવ લાખ મોટી રકમ માસિકનો કોન્ટ્રાક્ટ અપાયો છે. તેમ છતાં શહેરમાં ભુગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાનું નિવારણ નહીં આવતા તારીખ 24-6-25ના રોજ વોર્ડ નં. ચાર, પાંચ તેમજ છના સભ્ય ઉમેશ વ્યાસ મળી નવ સભ્યોએ ભુગર્ભ ગટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા તેમજ તેના બિલોનું ચૂકવણું ન કરવા ચીફ્ ઓફ્સિરને લેખિત રજૂઆત કરાઇ હતી. તેમજ વોર્ડ નં છના સભ્ય ઉમેશ વ્યાસ દ્વારા આંદોલનની ચીમકી પણ અપાઈ હતી. તંત્ર દ્વારા કોન્ટ્રાકટ ચાલુ રખાતા ભાજપ શાસિત પાલિકામાં ભાજપના સભ્ય ઉમેશ વ્યાસે ફરીવાર ચીફ્ ઓફ્સિરને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં માંગણીનું પરિણામ નહીં આવતા શહેર મધ્યે મંગળવારે ટાવર ચોકમાં સભ્ય ઉમેશ વ્યાસ અચોક્કસ મુદ્દતના અનશન પર બેસી ગયા હતા. જેમણે જણાવ્યું હતુ કે અમારા વિસ્તાર સહિત જુદા જુદા વોર્ડના વિસ્તારોમાં ભુગર્ભ ગટરો ઉભરાવાની સાથે ઘર વપરાશના પાણી પણ દુષિત આવવાની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ છે. કોન્ટ્રાકટરને છાવરવામાં આવે છે. પ્રજાના ટેક્ષના પૈસા ગટરના પાણીમાં વહી જાય છે. ચીફ્ ઓફ્સિરનું આપખુદશાહી વલણ છે. આ પહેલા રાજપીપળા હતા ત્યાં પણ તેમના વિરુદ્ધમાં ફરિયાદો ઉઠી હતી. ચીફ્ ઓફ્સિર જનતાને હિસાબ આપેની માંગ કરતું બેનર લગાવી સભ્યએ માંગ કરી છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









