વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કમીજલા ગામમાં તબીબી ડિગ્રી વગર એક યુવાન દાક્તર બની બેઠો હોવાની માહિતી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી પોલીસને મળતા મંગળવારે ટીમે પહોંચી એલોપેથીક દવાઓ સાથે બોગસ દાક્તરને ઝડપી લઈ નળસરોવર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવી તપાસ શરૂ કરાઈ હતી. મુળ બોટાદ જિલ્લાના રાણપુરનો વતની અને બીએસસીનો અભ્યાસ ધરાવતો નામદેવ ત્રિકમભાઈ જીડિયા હાલ કમીજલા ગામમાં રહીને ક્રિષ્ના ક્લિનીક નામથી ભાડાની દુકાનમાં દવાખાનું શરૂ કરી દીધું હતુ અને લોકોને એલોપેથીક દવાઓ દ્વારા સારવાર કરતો હતો. અમદાવાદ જિલ્લા એસઓજી ટીમે રૂ. 29,979 કિંમતનો કુલ મુદ્દામાલ કબજે કરી નામદેવ જીડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tharad: થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયું









