વિરમગામમાં ઉભરાતી ભુગર્ભ ગટરો અને દુષિત પાણી આવવાની સમસ્યાનુ નિવારણ નહીં આવતા પાલિકા દ્વારા આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ કરી તેના કોન્ટ્રાકટરને ચૂકવણું નહીં કરવા અને તેને બ્લેક લીસ્ટ કરવાની માંગ ભાજપ શાસિત પાલિકામાં દંડક હોદ્દેદાર એવા ભાજપના જ વોર્ડ નંબર છના સભ્ય ઉમેશ વ્યાસે ચીફ્ ઓફ્સિર સમક્ષ બે વાર લેખિતમાં કરી આંદોલનની પણ ચીમકી આપી હતી. તેમ છતાં ચીફ્ ઓફ્સિર દ્વારા કોઈ પરિણામ નહીં આવતા તા. 26મીને મંગળવાર સવારથી ઉમેશ વ્યાસ ટાવર ચોક વિસ્તારમાં સરકારી લાયબ્રેરી પાસે ખુલ્લી જગ્યામાં અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતર્યા હતા. પાલિકા સભ્ય દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પૂર્વે મંજુરી પણ માંગવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા અપાઈ ન હતી. આંદોલન પર સવારે બેઠા ત્યારે શહેર પોલીસ આવીને લેખિત કાર્યવાહી કરી તપાસ કરી ગઈ હતી. પરંતુ સાંજે એકાએક આવીને પાલિકા સભ્યને મંજુરી વગર સરકારી જગ્યા પર ન બેસી શકાયનો કાયદો જણાવી ઊભા કરી દેવામા આવ્યા હતા.જેથી ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. બીજી તરફ્ પોલીસ કોના ઈશારે કે દબાણને વશ થઈ સંદર્ભે ચર્ચાઓએ પણ શહેરમાં ભારે જોર પકડયું હતુ. પોલીસે ટાવર ચોક જગ્યા ખાલી કરાવતા પાલિકા સભ્ય ટાવરથી ગોલવાડ દરવાજા તરફ્ના માર્ગ પરની એક જગ્યામાં બેસી અનશન ચાલુ રાખ્યા હતા. બુધવારે આ માર્ગ પર વેપારીઓ સહિત સામાજિક કાર્યકરો, વિવિધ વિસ્તારમાંથી શહેરીજનોએ પાલિકા સભ્યની અનશન આંદોલનના સ્થળે મુલાકાત કરી પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ. જો જરૂર પડશે તો શહેર બંધનું એલાન પણ આપવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યુ હતુ. વેપારીઓએ એક જાહેર બોર્ડ મુકી સમર્થન સાથે આ મુદ્દે સૌ સાથે મળી ઝડપી નિવારણ લાવવા પણ અપીલ કરી હતી. આંદોલન છેડાતા પાલિકાનું તંત્ર પણ અચાનક હરકતમાં આવી ગયું હતુ. ભુગર્ભ ગટરના કામ રાત્રીમાં કરવાની જગ્યાએ બુધવારે સવારે બજારમાં જાહેર માર્ગો પર કામ કરતા ટ્રાફ્કિની સમસ્યાઓ સર્જાવા પામી હતી. જેથી લોકોની પરેશાની વધી હતી.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન









