રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નવસારી,વલસાડ,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હળવાથી લઈ ભારે વરસાદની આગાહી
ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે. બીજી બાજુ, અરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. વરસાદની આગાહીની વાત કરીએ તો, 7 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણની સંભાવના છે. હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી
ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ છે. આવનારા 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરતા 6 જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આવનારા 24 કલાકમાં કોલ્હાપુર, પુણે, રાયગઢ, સાંગલી, સતારા અને ઠાણેના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. જેથી ત્યાંના લોકોને એલર્ટ રહેવા સુચન કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. દર વર્ષે લગભગ ચોમાસુ 7 જૂને શરૂ થાય છે, પરંતું આ વખતે 12 દિવસ પહેલા એટલે કે 25 મેએ પહોંચી ગયું હતું.









