રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રીય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ભાવનગરમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.


[[$googlead]]

જાણો આજે કયાં ઓરેન્જ એલર્ટની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

[[$alsoread]]

જાણો આજે કયાં યેલો એલર્ટની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

રાજયમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદ પડયો છે, સૌથી વધુ બરવાળામાં 7.52 ઇંચ વરસાદ, સાયલામાં 6.30 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ, મુળીમાં 5.31 ઇંચ, જોડિયામાં 5.24 ઇંચ, થાનગઢમાં 4.76 ઇંચ, ઉમરાળામાં 4.76 ઇંચ, વલ્લભીપુરમાં 4.53 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.58 ઇંચ, ગાંધીધામમાં 3.39 ઇંચ, ધંધુકામાં 3.23 ઇંચ, બોરસદમાં 3.19 ઇંચ, અંજારમાં 3 ઇંચ, નખત્રાણામાં 2.87 ઇંચ, પેટલાદમાં 2.91 ઇંચ, આણંદમાં 2.40 ઇંચ, માળિયામાં 2.68 ઇંચ, હળવદમાં 2.6 ઇંચ, ધોલેરામાં 2.56 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 7 જળાશયો હાઈએલર્ટ પર મુકાયા

રાજયમાં 6 જળાશય એલર્ટ પર અને 8 જળાશયો વોર્નિંગ પર મુકાયા છે, રાજ્યના 6 જળાશય 100 ટકા ભરાયા છે, ધાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, રંગોડા, ધોળીધજા, મલાણ જળાશય હાઇએલર્ટ પર છે, અમરેલીમાં 80, બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરાયું છે, તો અત્યાર સુધીમાં કુલ 109 લોકોના રેસ્ક્યુ કરાયા છે.

NDRFની 5 ટીમ ડિપ્લોય અને 10 ટીમ સ્ટેન્ડ બાય

ગુજરાતમાં અમદાવાદમાં 1, ભાવનગરમાં 1 ટીમ ડિપ્લોય કરાઇ છે, બોટાદમાં 1, કચ્છમાં 1 અને સુરતમાં 1 ટીમ ડિપ્લોય કરાઈ છે, SDRFની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, કુલ 241 ગામમાં વીજળી ગુલ, 579 વીજ પોલી ધરાશાયી થયા છે, ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ છે અને 10 સ્ટેટ હાઇવે પાણી ભરાઇ જતા બંધ કરાયા છે, પંચાયત હસ્તકના 95 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ.


  • Follow us on: