અમદાવાદના નરોડામાં એક યુવાનનું મોત થતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી. આ યુવાન નરોડામાં GIDC કામ કરતો હતો. GIDCમાં કામગીરી દરમ્યાન અચાનક યુવકને કરંટ લાગ્યો. આ કરંટ એટલો તીવ્ર હતો કે યુવાનનું મોત નિપજયું. GIDCમાં વોશિંગ ગનમાં કરંટ લાગતા યુવકનું મોત થતા પરીવારમાં શોકનો માહોલ છવાયો. યુવકના પરીવારે કંપનીની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવ્યો. યુવકના પરીવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી.
કરંટ લાગતા યુવાનનું મોત
GIDC કામ કરતાં કરંટ લાગતા યુવાનના મોતથી માતા પર આભ તૂટી પડયું. અમારો એકનો એક આધાર અમે ગુમાવ્યો, યુવાનની માતાનું દર્દ છલકાયું. માતા અને પરીવારજનોની ફરીયાદ છે કે કંપનીની બેદરકારીના કારણે તેમણે પોતાનો દીકરો ગુમાવ્યો. કારણ કે અમારા દીકરાને કંપનીમાં કામ કરતાં ત્રણ વાગે કરંટ લાગ્યો હતો. અને અમને સાંજે સાત વાગે આવવા કહ્યું હતું. કરંટ લાગ્યા બાદ યુવાનની સ્થિતિ ગંભીર હોવા છતાં અમને જાણ સુદ્ધા ના કરી. અમારા દિકરાને સમયસર સારવાર મળી હોત તો તે બચી શકયો હોત. કંપનીની બેદરકારીના કારણે આખરે અમે અમારો એક એક પુત્ર ગુમાવ્યો હોવાની માતાએ ફરિયાદ કરી.













