ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો છે. જિલ્લાના 14 આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલયો બંધ કરી દેવાતા કોંગ્રેસે આ મામલે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ઘસી સુત્રોચ્ચાર કર્યા હતા. તેમણે શિક્ષણ વિભાગની આ નીતિને આદિવાસી વિરોધી ગણાવી હતી અને તાત્કાલિક છાત્રાલયો પુનઃશરૂ કરવાની માંગ કરી હતી.


[[$googlead]]

આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત!

તમને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં આવેલા 14 જેટલા સરકારી કુમાર અને કન્યા છાત્રાલયો અચાનક બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થયા છે, જેના પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

[[$alsoread]]

કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું

વિરોધ પ્રદર્શન દરમિયાન, ડાંગ જિલ્લાના કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જો આગામી આઠ દિવસમાં છાત્રાલયો પુનઃશરૂ કરવા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો નિકાલ નહીં આવે, તો કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

  • Follow us on: