ડાંગ ખાતળ માછળી ગામ વચ્ચે આવેલ મિલન ધોધમાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ધોધ નજીક પાણી ઉંડું અને ડોહળું હોવાથી યુવકોની શોધ માટે મુશ્કેલી આવી રહી છે. ભારે મહેનત બાદ બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બન્ને યુવકો તાપી જિલ્લાના હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓ ધોધમાં નાહવા પડે છે.

મિલન ધોધમાં બે યુવકો ડૂબ્યા 
મિલન ધોધમાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. બન્ને યુવક તાપી જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત ઉ.20, નિહિતભાઈ નિતેશભાઈ ગામીત ઉ. 25 તાપી જિલ્લાના રામપુરા ગામના હોવાની માહિતી મળી છે. હાલ બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બન્ને યુવક તાપી જિલ્લાના રહેવાસી
ડાંગ વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓ ધોધમાં નાહવા પડે છે. ધોધ નજીક પાણી ઉંડું અને ડોહળું હોવા થી યુવકોની શોધ માટે મુશ્કેલી પડી હતી. આ ઘટનાની જાણ થતા લોકો એકઠા થયા હતા. બન્ને યુવક તાપી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ભારે મહેનત બાદ બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 
  • Follow us on: