માં અંબાના ખોળે પ્રચલિત ભાદરવી પૂનમનો મહા મેળો આગામી તારીખ 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી યોજાશે જેમાં ગુજરાત સહિત પર પ્રાંતના હજારો શ્રધાળું પદયાત્રી કો ઉમટવાના હોઈ તંત્ર દ્વારા છેલ્લા એક માસથી તૈયારીઓ ચાલી રહી છે તે હવે અંતિમ ચરણમાં છે.


આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી સાત દિવસ સુધી શ્રધાળું પદયાત્રીઓ માટે નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા કરાઈ છે. ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન વાહનોમાં આવનાર શ્રધાળુંઓ માટે દાંતા રોડ અને હડાદ રોડ પરની ખુલ્લી જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે

પાર્કિંગ સ્થળ નજીકથી વિનામૂલ્યે મીની બસ દ્વારા યાત્રિકોને મંદિર નજીક સુધી લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે મહા મેળામાં આવનાર લાખો યાત્રિકોને દર્શનની અગવડતા ન પડે તે માટે અલાયદી રેલિંગ ની વ્યવસ્થા ઉપરાંત કુલ 28 સ્થળોએ પ્રસાદ કેન્દ્રો ખોલાશે મહા મેળામાં પબ્લિક એડ્રેસ અને સાઉન્ડ સિસ્ટમની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત આ વર્ષે ડ્રોન લાઈટ શો નુ આયોજન કરાયું છે જેમાં અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન દ્વારા 3અને 4સપ્ટેમ્બર ના રોજ રાત્રે 8 કલાકે ડ્રોન લાઈટ શો નું આયોજન હાથ ધરાયું છે.


  • Follow us on: