શક્તિધામ અંબાજીના મહા મેળામાં ગુજરાત સહિત વિવિધ પ્રાંતોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવનાર હોય તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં વધારો કરાયો છે.
આરતી સવારના 7,30 કલાકે થતી હતી તેના બદલે મેળાના સાત દિવસ સવારની આરતી 6 થી 6,30 સુધી થશે. સવારે દર્શન 6.30 થી11.30 કલાક સુધી. બપોરે દર્શન 12:30 થી સાંજના પાંચ કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 7 થી 7.30 કલાક સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાત્રે નવના બદલે મોડી રાત્રિના 12 કલાક સુધી મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.










