યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે નવરાત્રિ દરમ્યાન ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે શનિ-રવિની રજા દરમ્યાન 3 લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા અને દર્શન માટે લાંબી કતાર લાગી હતી.
તો બીજી તરફ ચાચર ચોક અને વીઆઈપી ગેટના દરવાજા બંધ કરવા પડયા હતા અને મંદિર પરીષરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી પડતા દર્શનની સુવિધા ગોઠવવામાં આવી હતી. બહુચરાજી નવરાત્રિના પ્રથમ દિવસથી શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિના કારણે માનું ધામધમધમી ઉઠયું છે. રવિવારે વહેલી સવારથી શરૂ થયેલ માઈભકતોનો પ્રવાહ આખો દિવસ અવિરતપણે ચાલુ રહેવા પામ્યો હતો.










