ઉત્તર ગુજરાતના સુપ્રસિધ્ધ અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત એલીસિયમ એડવેન્ચર બાઈકર્સ કોમ્યુનિટીના 18થી વધુ બાઈકર્સ દ્વારા ધાર્મિક અને સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત અંબાજી તીર્થ દર્શન સર્કિટ કચેરીથી થઈ હતી. જ્યા સૌ બાઈકર્સે અંબાજી તીર્થ વિશેની માહિતીસભર ડોક્યુમેન્ટરી નિહાળી હતી. ત્યારબાદ તમામ બાઈકર્સે અંબાજી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.
યાત્રા દરમિયાન બાઈકર્સે ગબ્બર પાછળ આવેલા વ્યુ પોઈન્ટની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ અનુભવ્યો હતો. ગુઠા ગામે સાહસિક એડવેન્ચર ટ્રેઈલનો રોમાંચક અનુભવ પણ મેળવ્યો હતો. આ આધ્યાત્મિક-સાહસિક સફળ દરમ્યાન રિછડિયા ડેમ, કામાક્ષી મંદિર, ગબ્બર રોડ અને કોટેશ્વર જેવા પવિત્ર અને દ્દશ્યમય સ્થળોની પણ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. એલીસિયમ એડવેન્ચર બાઈકર્સે કોમ્યુનિટીના આ આયોજનથી અંબાજી તીર્થના દર્શન સાથે સાહસિક પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે. આગામી સમયમાં આ મુજબના વધુ પ્રવાસો દ્વારા યાત્રાધામ અંબાજી વિસ્તારના ધર્મપર્યટન અને નેચર ટુરિઝમને વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.










