શક્તિની ભક્તિના આરાધનાના પવિત્ર પર્વ એવાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ અંબાજી મંદિરમાં આજરોજ તા.22મીને સોમવારથી મા અંબા સન્મુખ શુભ મુહૂર્તમાં જવારા વાવી ઘટસ્થાપન કરી વિધિવત પ્રારંભ કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવને લઈને અંબાજી મંદિર તેમજ સમગ્ર પરિસરને આકર્ષક લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. તો વળી ચાચર ચોકમાં પણ ખેલૈયાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આસો માસના પાવનકારી નવરાત્રી પર્વમાં જગતજનની જગદંબાના દર્શને ગુજરાત સહિત પરપ્રાંતમાંથી પણ લાખો શ્રાદ્ધાળુઓ ઉમટતા હોઈ શ્રાદ્ધાળુ માઈભક્તો મંદિરમાં સરળતાથી દર્શન કરી શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રીના નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા માં અંબાની આરાધના સાથે ચાચર ચોકમાં ગરબા રસિકોને ગરબે ગુમાવવા નવયુવક પ્રગતિ મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માં અંબાનો ચાચર ચોક દિવ્ય અને ભવ્ય ભક્તિમય રાસ ગરબાથી થનગની ઉઠશે. એટલું જ નહીં નવરાત્રિ મહોત્સવને અનુલક્ષીને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સહિત સુરક્ષા કર્મીઓ અને પોલીસ તંત્ર દ્વારા મંદિર પરિસર સહિત સમગ્ર યાત્રાધામમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









