અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. 24 કલાકમાં 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. 3 દિવસમાં 14 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. પોલીસકર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા છે. મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા કુલ 11 લાખ કરતા વધારે છે. ચીકી પ્રસાદની સંખ્યા 13 હજાર થી વધુ છે. . તમામ ભંડાર કેન્દ્રોમા આવક અત્યાર સુધી 1 કરોડ કરતા વધુ થઈ છે.


અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આજે ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી છે. મંદિરની લાઇન વ્યવસ્થામાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી છે. પોલીસ કર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા છે. ભાદરવી મહાકુંભ ચોથો દિવસે છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા છે. કુલ 3 દિવસમાં 14,99,674 ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. મેળા દરમિયાન અત્યાર સુધી ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 2 લાખ છે.

પોલીસકર્મીઓ ફરજ સાથે સેવાઓ કરતા જોવા મળ્યા 

મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા કુલ 11 લાખ કરતા વધારે છે. ચીકી પ્રસાદની સંખ્યા 13 હજાર થી વધુ છે. તમામ ભંડાર કેન્દ્રોમા આવક અત્યાર સુધી 1 કરોડ કરતા વધુ થઈ છે.મા અંબાનું ધામ ભક્તોથી ઉભરાયું છે.મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવી છે. મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે, ભક્તો પગપાળા સંઘ લઇને પહોંચી રહ્યા છે.


  • Follow us on: