અમરેલીમાં આજે ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. ભારે વરસાદને કાંઠે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજુલામાં ધાતરવડી નદીમાં 5 લોકો ફસાયા હતા. ધાતરવડી ડેમનું પાણી નદીમાં છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. પોલીસ અને નગર પાલિકાની ટીમ દ્વારા કરાયુ રેસક્યુ કરવામાં આવ્યું છે.


લોકોને બીનજરૂરી બહાર નહીં નીકળવા અપીલ

 અમરેલીમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પણ એક્શનમાં આવ્યા છે. તેઓ ડિઝાસ્ટર ઓફિસમાં પહોંચીને જિલ્લાની માહિતી મેળવી રહ્યાં છે. લોકોને બીનજરૂરી બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. અધિકારીઓ વરસાદની સ્થિતિને લઈને સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.

રસ્તા બંધ થતાં વાહનચાલકો અટવાઈ ગયાં

અમરેલીમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યાં છએ. લીલીયા રોડ પર રામપાર્ક સોસાયટીમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઘરમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો છે. શહેરના અંડરબ્રિજમા પાણી ભરાઈ ગયાં છે. હનુમાનપરાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છએ. રસ્તા બંધ થતાં વાહનચાલકો અટવાઈ ગયાં છે. અમરેલીમાં સતત વરસાદથી સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે.

  • Follow us on: