અમરેલી-રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં 6 જેટલા સિંહો ગત રાતે ઘૂસી જતાં ગામ આખામાં ભયનો માહોલ ફેલાયો હતો.


જાણે કે ગામને બાનમાં લઈ લીધું અને શિકાર કરવા પાછળ દોટ મૂકતા દૂધાળા પશુઓ અને શ્વાન જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા હતા. શિકાર કરવા સિંહોનું ટોળું મધરાતે ગામમાં ઘુસી ગલી ગલીમાં પ્રવેશ કરી પશુઓ અને શ્વાન પાછળ દોટ મૂકી હતી. ગાય, આખલા વિવિધ પશુનો શિકાર કરવા સાવજોએ પશુને દોડાવ્યા હતા. મોટા આગરીયા ગામની શેરીઓમાં સિંહો પશુ વચ્ચે ફ્લ્મિી દ્રશ્યો સર્જાયા હતા. દોડતા દોડતા પશુ સાવજો રાતે રાજુલા સાવરકુંડલા હાઇવે પર પહોંચ્યા હતા, એ સમયે વાહન ચાલકો પણ થંભી ગયા હતા. આ બનાવ બન્યો એ સમયે વિસ્તારમાં શેત્રુંજી ડિવિઝન વનવિભાગનો પેટ્રોલિંગનો અભાવ જોવા મળ્યો હતો.

ઉના-ભાવનગર રોડ પર જંગલના રાજાએ લટાર મારી

સામતેરઃ ઉના ભાવનગર નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વ્યાજપુર ગામની બાજુમા રાત્રિના સમયે જંગલના રાજા રોડ પર પસાર થતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોના પૈડા થંભી ગયા હતા આ સિંહ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં જ કરે છે વસવાટ સ્વાભાવિક પણે સિંહ દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે પણ હવે તો ઉના વિસ્તારમાં સિંહનું રેસિડેન્ટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પણ રાત્રિના સમયે લટારો મારતા જોવા મળે છે

વનવિભાગમાં મહત્ત્વની જગ્યાઓ ખાલી

શેત્રુંજી ડિવિઝન વનવિભાગમાં છેલ્લા લાંબા સમયથી જગ્યાઓ ખાલી પડી છે. 1 વર્ષથી રાજુલા રેન્જમાં RFOની જગ્યા ખાલી છે અને 4 માસથી ડિવિઝન વડા DCFની જગ્યા ખાલી છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકો અને વન્યપ્રાણીની સ્થિતિ વધુ કફેડી બની શકે છે.


  • Follow us on: