લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્રની જમીન પચાવી પાડવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.માયાભાઈ આહીરના પુત્ર ભરત ભંમર દ્વારા આ ફરિયાદ દાખલ કરાઈ છે.ભરત ભંમરની માલિકીની જમીન રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામ નજીક આવેલી છે. ધુડીયા આગરીયા ગામે આવેલી આ જમીન કુલ 4 હેક્ટર જેટલી છે.આ 4 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હતો. જમીન પચાવી પાડવાના આ કેસમાં જેતુભાઈ વીરાભાઈ ધાખડા સામે આક્ષેપ છે. 

જેતુભાઈ ધાખડાએ વર્ષ 2024થી આ જમીન પર કબ્જો કર્યો હોવાનો આક્ષેપ

જેતુભાઈ ધાખડાએ વર્ષ 2024થી આ જમીન પર કબ્જો કર્યો હતો તેવો આક્ષેપ કરાયો છે. તેમણે આ કિંમતી જમીન ગેરકાયદેસર રીતે પોતાના તાબામાં રાખી હતી. જમીન ખાલી કરાવવા માટે કાયદાકીય માર્ગ અપનાવવામાં આવ્યો છે. આખરે ભરત ભંમરે રાજુલા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કર્યો છે.રાજુલા પોલીસે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.જમીન હડપ કરવાના કેસમાં જેતુભાઈ વીરાભાઈ ધાખડા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈના પુત્ર સાથે બનેલી આ ઘટના ચર્ચાસ્પદ બની છે.4 હેક્ટર જમીન પચાવી પાડવાની ફરિયાદથી મામલો ગંભીર બન્યો છે. રાજુલા પોલીસે ફરિયાદની હકીકતોના આધારે જરૂરી પુરાવા એકત્ર કરવાની તજવીજ કરી છે. 

કબ્જો જમાવી બેઠેલા શખ્સ સામે કાયદાકીય સકંજો

પોલીસની તપાસમાં હવે ફરિયાદના આધારે ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા શખ્સ સામે કાયદાકીય સકંજો કસાશે.ધુડીયા આગરીયા ગામ નજીકની આ જમીનની માલિકી ભરત ભંમરની હોવાની ફરિચાદમાં જાણકારી અપાઈ છે.વર્ષ 2024થી થયેલા આ દબાણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.જમીન પચાવી પાડનારા તત્વો સામે પગલાં ભરવાની તૈયારી શરૂ કરાઈ હોવાની વિગતો સામે આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ કેસમાં આક્ષેપિત સામે કડક કાનૂની પગલાં લેવા માટે પોલીસે તૈયારીઓ કરી છે.ભરત ભંમરે પોતાની જમીન મુક્ત કરાવવા ન્યાયની માંગ કરી છે.રાજુલા તાલુકાના ધુડીયા આગરીયામાં બનેલી આ ઘટનાથી સમગ્ર અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી છે. 

આ પણ વાંચોઃ