અમરેલી- અરબસાગરમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રના દરીયાકાંઠાને એલર્ટ કરાયા છે, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી "ભયજનક" 3 નંબર સિગ્નલ લગાવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠે તંત્ર એલર્ટ બન્યું છે અને જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના અપાઈ
જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરીયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ છે અને દરિયામાં કરંટ જોવા મળ્યો છે, હવામાન વિભાગે પણ માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, સૌરાષ્ટ્રના દરીયા કાંઠે દરીયો તોફાનીસ્વરૂપ ધારણ કરી શકે છે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે સિગ્નલ લગાવ્યું છે, હવામાન વિભાગની આગાહીને લઈને જાફરાબદ બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીની પગલે સૌરાષ્ટ્ર પંથકમાં વરસી શકે છે વરસાદ.
જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદપ પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, દરિયો તોફાની બને તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આસપાસના વિસ્તારની બોટ પણ સુરક્ષિત રીતે બંદર પર પહોંચી ગઈ છે, સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.









