અમરેલીના પીપળીયામાં વરસાદે તારાજી સર્જી છે, ભારે વરસાદના કારાણે ખેતરોમાં પાણી ભરાયા છે અને ખેતરોમાં ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો હોવાની વાત પણ સામે આવી છે, કપાસ અને મગફળીના પાકમાં નુકસાની આવી છે, વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હોવાથી ઘરવખરી પણ પલળી ગઈ છે, બીજી તરફ ખેતર તરફ જતા રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે.
વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વરસાદે સર્જી તારાજી
વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે વરસાદે સર્જી તારાજી ગામની સ્થાનિક નદીના પાણી દુકાનો અને મકાનોમાં ઘૂસ્યા છે, ખેડૂતોની મગફળી અને કપાસમાં પણ નુકસાની થઈ છે, આ છે વડીયા તાલુકાનું ઢૂંઢિયા પીઓલિયા ગાસમ જ્યા ગત સાંજે એટલે કે તા,16 ના રોજ ભારે વરસાદ ખાબક્યો હતો અને ખેડૂતોના ખેતરોમાં નદી માફક પાણી વહેતા થતા પાકને નુકસાન થયું હતું અને બીજી તરફ ગામની મધ્યમાંથી પસાર થતી સ્થાનિક નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું હતું.
નદીના પાણી દુકાનોમાં અને મકાનોમાં ઘૂસ્યા અને નુકસાન થયુ
હાલમાં તંત્ર દ્વારા સાફ સફાઈ ચાલી રહી છે, અમુક ખેતીના સાધનોને પંખાઓ દ્વારા સુકાવવામાં આવી રહ્યાં છે, ત્યારે ખેડૂતોને પણ પોતાના ખેતરોમાંથી નદી માફક પાણી વહી ગયા અને ખેતરોના પાળા અને જાપાઓ તોડીને વહી ગયા ક્યાંક ખેડૂતોના ખેતરે જવા આવવાના રસ્તાઓ ધોઈ નાખ્યા હતા મગફળી કપાસ અને ડુંગળીને પણ નુકસાન થયું હોવાનું ક્યાંક સામે આવ્યું છે તો બીજી તરડ પ્રાથમિક શાળાએ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો ત્યારે નદી પાસે રહેલા મકાનોને પણ ભારે નુકસાન થયું છે.









