સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રીના મેલું ઉપાડવાના મામલે ચોક્કસ જ્ઞાતિઓને 50 હજાર આપવાનું નિવેદન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માંગવાવાળાના ખેડૂતે અમરેલી પોલીસમાં પૂર્વ મુખ્ય મંત્રી સામે લેખિતમાં ફરિયાદ કરી હતી અને ગુનો નોંધવા અમરેલી એસપીને રજૂઆત કરી હતી. ગઈકાલે શંકરસિંહે વિવાદાસ્પદ નિવેદન પર પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી.

માંગવાપાળના ખેડૂત દ્વારા પોલીસને ઓનલાઈન અરજી કરાઈ

અમરેલીના માંગવાવાળ ગામ રહેતા અરવિંદભાઈ બાલુભાઈ કાછડિયાએ પોલીસ સ્ટેશનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા સામે કાયદાકિય કાર્યવાહી કરવા માટે લેખિતમાં ફરિયાદ કરી છે.તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા જેમાં શંકરસિંહ વાઘેલાનો ફોટો હતો.આ પોસ્ટમાં જણાવ્યું હતું કે સવર્ણ જ્ઞાતિઓ આદિવાસીઓનું મેલુ ઉપાડે તો 50 હજાર આપું. માથે મેલુ ઉપાડવા પર પ્રતિબંધ હોવા છતાં ચોક્કસ જ્ઞાતિઓને 50 હજારની લાલચ આપીને આવું કહેવું એ કાયદાનો ભંગ છે. જેથી શંકરસિંહ સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી. 

જિલ્લા પોલીસ વડાએ કહ્યું તપાસ કરાવી લઉં છું

અમરેલીના એસ.પી.સંજય ખરાતે જણાવ્યું હતું કે તપાસ કરાવી લઉ છુ.ઘટના નર્મદાના સાગબારા ખાતે બની છે. અમરેલી પોલીસ મથકમાં ઇમેઇલથી ફરિયાદ અરજી આવી છે. શહેર પીઆઈ પાસેથી અરજીની કોપી મંગાવી તપાસ કરવામા આવશે.પોતાના નિવેદનને સ્પષ્ટ કરતા વાઘેલાએ પડકાર ફેંક્યો હતો કે, "જે લોકો અનામતનો વિરોધ કરે છે, તો તેમને હું પૂછું છું કે, શું તમે અથવા તમારા બાળકો તે કામ કરવા તૈયાર છો, જેના માટે આ અનામત બનાવવામાં આવી હતી? શું તમે 50,000 રૂપિયામાં હાથથી સફાઈ કરશો?" તેમણે ઉમેર્યું કે, આ મુદ્દો માત્ર એક સમુદાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેઓ મહિલાઓ, ઓબીસી, એસસી અને એસટી  માટેની તમામ પ્રકારની અનામતના પક્ષમાં મજબૂતીથી ઊભા છે.

આ પણ વાંચોઃ Shankersinh Vaghelaએ અનામત વિવાદ પર આપી સ્પષ્ટતા, નિવેદન પર મક્કમ રહ્યા ખરાં? Video