અમરેલીના શેત્રુંજી વિસ્તારમાં સિંહબાળના મૃત્યુને લઈને વન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. વાઈલ્ડ લાઈફના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે જણાવ્યું છે કે, સિંહબાળના મૃત્યુનું કારણ ન્યુમોનિયા છે અને આ મૃત્યુ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) રોગથી થયા નથી. આ નિવેદનથી સિંહોના સ્વાસ્થ્ય અંગેની ચિતાઓ થોડી હળવી થઇ છે. પરંતુ મૃત્યુદર ઊંચું હોવાથી વન વિભાગ સતર્ક છે.


[[$googlead]]

સિંહબાળનો મૃત્યુદર 50 ટકા રહ્યો : PCCF

જયપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, સિંહબાળનો મૃત્યુદર સામાન્ય રીતે 50 ટકા જેટલો ઉંચો રહે છે. વન વિભાગ દ્વારા સિંહબાળના મૃત્યુને સતત મોનિટર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં એક જ ગ્રુપના ત્રણ સિંહબાળના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ વન વિભાગે તત્કાલોક પગલાં લીધા છે. મોટા ગ્રુપને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની ગતિવિધિઓ પર નાહર રાખવામાં આવી રહી છે.

[[$alsoread]]

છ સિંહબાળ અને બે માદાને મોનિટરિંગ માટે સેન્ટરમાં રખાયા

PCCF જયપાલસિંહે માહિતી આપી હતી કે, હાલમાં 6 સિંહબાળ અને 2 માદા સિંહોને મોનિટરિંગ માટે એક સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ સિંહોના સ્વાસ્થ્યની નિયમિતપણે તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે. વન વિભાગ સિંહોના સંરક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે અત્યંત ગંભીર છે અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક પગલા ભરી રહ્યું છે. આ પ્રયાસો સિંહોની સંખ્યા જાળવી રાખવા અને તેમને સુરક્ષિત રાખવા માટે ખૂબ જરૂરી છે.


  • Follow us on: