અમરેલીના વડીયામાં પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી છે. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બન્યા છે. ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રા.શાળાની તાળાબંધી કરી છે. શાળામાં તૂટેલા છાપરામાંથી વરસાદમાં પાણી પડે છે. વિદ્યાર્થીઓને કઈ ન આવડતું હોવાનો વાલીનો આક્ષેપ છે. નિરાકરણ ન આવે તો ધરણા કરવાની વાલીઓની ચીમકી ઉચ્ચારી છે.


[[$googlead]]

વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે. જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી ભયમાં વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા છે. ચાલું વરસાદમાં શાળાના તૂટેલ છાપરાઓમાંથી પાણી પડે છે. રાજસ્થાન વાળી ગામની પ્રાથમિક શાળામાં જે ઘટના બની તે ન ઘટે તે માટે વાલીઓનો પ્રયાસ છે.

શાળામાં જર્જરિત ઓરડાઓમાં કિંમતી સરસામાન ધૂળધાણી અને પલળી રહ્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ આવડતું ન હોવાથી પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓએ એક દિવસ માટે પોતાના બાળકોને ઘરે લઈ ગયા અને શાળાને તાળાબંધી કરી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાઓ નહિ લેવાય તો ધરણા સહિતની ચીમકી ઉચ્ચારી છે.

[[$alsoread]]

  • Follow us on: