10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, સિંહ બચાવો અભિયાન અંતર્ગત સરકાર દ્વારા દર વર્ષે દસ ઓગષ્ટના દિવસ વિશ્વ સિંહ દિન તરીકે ઉજવવામાં આવે છે જેમાં ખાસ કરી સિંહ સંવર્ધનની કામગીરીમાં વન તંત્ર અવ્વલ રહ્યું છે, જેથી સિંહ અંગે જાગૃતિ લાવવા ખાસ કરી આ વિશ્વ સિંહ દિવસને ઉજવવમાં આવે છે, જેમાં સ્કુલ કોલેજોના બાળકો રેલી સ્વરૂપે ગામમાં ફરી સિંહ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાય છે.


[[$googlead]]

રેલી સ્વરૂપે શહેરીજનોને સિંહને લઈ જાગૃત કરવામાં આવ્યા

જેના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલા શહેરમાં બાળકોની રેલી વન વિભાગના સહયોગથી નીકળી હતી અને રાજ માર્ગો પર ફરી લોકોને સિંહ અંગે જાગૃત કર્યા હતા.રાજ્ય સરકારનું વન વિભાગ જયારે સિંહ સંવર્ધનમાં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહોની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસમી ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આ ઉજવણીના ભાગ રૂપે આજ રોજ સાવરકુંડલામાં મોટી સંખ્યામાં બાળકો એકઠા થયા હતા અને સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકોને સિંહ બચાવો અંગે વાકેફ કાર્ય હતા જેમાં રાજ્ય સરકારના વન વિભાગના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ સાવરકુંડલા શહેરની સ્કૂલના બાળકો જોડાયા હતા અને રેલી સ્વરૂપે લોકો ને સિંહ બચાવો અંગે માર્ગદર્શિત કર્યા હતા.

[[$alsoread]]

સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે

સિંહ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોને સિંહ પ્રત્યે જાગૃતતા આવે. સિંહ અમરેલી જિલ્લાનું ઘરેણું છે. હાલ જિલ્લામાં સિંહોની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. જિલ્લામાં વન વિભાગ દ્રારા પણ સિંહ વિશેની જાણકારી આજના દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓને આપી હતી. બાળકો સિંહના મહોરા પહેરીને રેલીમાં આવ્યા હતા. આજે વિશ્વ સિંહ દિવસે સાવરકુંડલા ખાતે વિશાળ રેલી નિકળી હતી જેમાં સાવરકુંડલાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીને લઈને બાળકોમાં અને સિંહ પ્રેમીઓ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.


  • Follow us on: