મોંઘવારીના આ સમયમાં સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક આર્થિક બોજ વરહ્યો છે. થોડા સમય પહેલાં અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે અતિ લોકપ્રિય બ્રાન્ડ 'અમૂલ' દ્વારા દહીં અને લસ્સીના ભાવમાં પણ સીધો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દૈનિક વપરાશની ડેરી પ્રોડક્ટ્સ વધુ મોંઘી બની છે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારો અને ગૃહિણીઓનું માસિક બજેટ વધુ ખોરવાઈ ગયું છે.
1 કિલો દહીં રૂ. 85 જ્યારે રોઝ લસ્સી રૂ. 17 થઈ
નવા ભાવની વિગતો અનુસાર, 1 kg દહીં જે અગાઉ રૂ. 80 માં મળતું હતું તે હવે વધીને રૂ. 85 થઈ ગયું છે. જ્યારે 380 grams દહીંની થેલીનો ભાવ રૂ. 35 થી વધીને રૂ. 37 પર પહોંચ્યો છે. આ ઉપરાંત, 1 kg દહીંની બકેટ (Bucket) નો ભાવ રૂ. 115 થી વધારીને રૂ. 120 કરવામાં આવ્યો છે. માત્ર દહીં જ નહીં પરંતુ ઠંડા પીણાં અને ડેરી પ્રોડક્ટ્સમાં લોકપ્રિય એવી 'અમૂલ રોઝ લસ્સી' (Amul Rose Lassi) ની કિંમત પણ રૂ. 15 થી વધારીને રૂ. 17 કરી દેવામાં આવી છે.
