આણંદ જિલ્લાના ગામેગામથી રવિવારે દશામાની મૂર્તિનું વિસર્જન ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યું હતું. રવિવારે પરોઢના લગભગ 4 વાગ્યે આણંદ જિલ્લાના અનેક ગામોના ભક્તો દશા માતાની મૂર્તિઓ વિસર્જન માટે મહીસાગર નદીના વહેરાખાડી, ઉમેટા, વાસદ, દહેવાણ, કકાપુરા, બદલપુર, ધુવારણ, વાલવોડ કિનારે લાવવામાં આવી હતી. તેમજ ત્યારબાદ પૂજા કરીને મુર્તિઓનું નદીના જળમાં શ્રાધ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમાં દસ દિવસ સુધી દશા માતાનું પૂજન-પાઠ, આરતી અને ભક્તિભાવપૂર્વક ઉપાસન કર્યા બાદ ભક્તોએ ઢોલ નગારા અને ગરબા સાથે માતાજીને વિદાય આપી હતી. જિલ્લાના ગામમોમાં અનેક ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવી હતી અને વિસર્જન સમયે ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. આ ભવ્ય વિસર્જન યાત્રામાં આસપાસના ગામડાઓમાંથી પણ હજારો ભક્તો જોડાયા હતા. ભક્તજનોની ભીડ, ઢોલ તેમજ ડીજેના તાલ અને જયકારાથી મહીસાગરનો કાંઠા વિસ્તાર ધર્મમય બની ગયો હતો.



  • Follow us on: