કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે અને આણંદમાં ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, રાહુલ ગાંધી નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ શીખવશે અને ત્રણ દિવસિય શિબિરમાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી ક્લાસ લેશે, બપોરે 3 વાગે આણંદમાં દૂધસંઘના સભાસદો સાથે સંવાદ પણ કરશે રાહુલ ગાંધી.
વડોદરા કોંગ્રેસના કાર્યકરની રાહુલ ગાંધીને રજૂઆત
કોંગ્રેસના કાર્યકરે રાહુલ ગાંધી સાથે એક મિનિટ વાત કરી જેમાં કાર્યકરની રજૂઆત છે કે, ગુજરાત કોંગ્રેસમાં નાના કાર્યકરને પ્રધાન્ય મળતું નથી, મોટા નેતાઓ કાર્યકરોને આગળ આવવા દેતા નથી અને લગ્નના અને રેસના ઘોડા રાહુલ ગાંધીને ખબર છે, કાર્યકરે એ પણ કહ્યું કે, ગુજરાતમાં ઘણા મુદ્દા છે પણ કોંગ્રેસ વિરોધ કરતી નથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે, તો કાર્યકરને રાહુલ ગાંધીએ ખાનગમીમાં મળવાનું પણ વચન આપ્યું છે.
3 દિવસ ગુજરાત કોંગ્રેસની મહત્વની મિટીંગો રહેશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના આણંદ શહેરમાં પાર્ટીના નવા જિલ્લા પ્રમુખોને સંબોધિત કરશે અને સહકારી દૂધ સમિતિઓ સાથે જોડાયેલા ખેડૂતો અને નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. ગુજરાતમાં નવા જિલ્લા પ્રમુખોની વરણી થોડા દિવસ પહેલા જ કરવામાં આવી છે, ત્યારે તેમની સાથે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે અને 26 થી 28 જુલાઈ સુધી આણંદના એક રિસોર્ટમાં ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.









