આણંદ જિલ્લામાં મહીસાગર નદી પરના ગંભીરા પુલની દુર્ઘટના બાદ ઝાલાવાડમાં વિવિધ જર્જરિત પુલોના સર્વે થયા હતા. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના કુડા પાસે આવેલ પુલ બંધ કરી દેવાયો હતો. છેલ્લા 3 માસ કરતા વધુ સમયથી આ પુલ બંધ છે. એથી 15-20 ગામો માટે મહત્વના રસ્તા સમાન આ પુલને બંધ કરાતા રસ્તાનું ડાયવર્ઝન અપાયુ છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદને લીધે ડાયવર્ઝનનો આ રસ્તો ધોવાયો છે. આ રસ્તે કીચડનું સામ્રાજય છવાયુ છે. ત્યારે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને આ રસ્તેથી પસાર થવુ એટલે 7 કોઠા વિંધવા સમાન લાગી રહ્યુ છે. આથી ઝડપથી પુલનું સમારકામ સહિતનું કામ પુરૂ કરી વાહન વ્યવહાર માટે શરૂ કરાય તેવી પંથકમાં લોકમાંગ ઉઠી છે.



  • Follow us on: