ગુજરાતમાં આંગણવાડીની ભરતી બહાર પડતાંની સાથે આણંદ શહેર અને સમગ્ર જીલ્લામાં પણ આંગણવાડીમાં રસ ધરાવતી યુવતી અને મહિલાઓની લાંબી કતારો સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. આણંદ જીલ્લામાં આઠેય તાલુકાઓમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો ખાતે કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયા શરૂ થતાં જ જરૂરી પ્રમાણપત્રો અને મામલતદાર કચેરીમાંથી રહીશ દાખલો મેળવવા માટે તાલુકા મથકોએ ટોળેટોળાં ઉમટી રહ્યાં છે.


આંગણવાડી વર્કર અને હેલ્પરના લઘુતમ વેતનમાં હાઈકોર્ટ દ્વારા સુધારો કરવાનો ચુકાદો આપતાં આંગણવાડી ભરતી માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. ભરતી પ્રક્રિયા માટે મહત્વના રહેઠાણ અંગેના પ્રમાણપત્ર મેળવવા આણંદ જીલ્લામાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર, ઉમરેઠ અને આંકલાવની મામલતદાર કચેરીએ મહિલાઓનો ભારે ધસારો થયો હતો. એક સાથે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડતાં વ્યવસ્થા માટે તંત્રના હાથ પણ ટૂંકા પડયા હતા તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી અરજદારોમાં પણ ભારે નારાજગી પ્રસરી હતી. આાણંદ જીલ્લાના અનેક ગામોમાં આંગણવાડી કેન્દ્રો ખાતે ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. ભરતી જાહેરાત પ્રસિદ્ધ થતાં રોજ ગણ્યાગાંઠયા અરજદારો આવતા હતા પરંતુ હાઈકોર્ટના ચુકાદા બાદ ભારે ધસારો થયો છે. આંગણવાડી ભરતી પ્રક્રિયા માટે રહેઠાણ એગનું પ્રમાણપત્ર મેળવવા જીલ્લાની દરેક મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડયા હતા. એક સાથે મોટી સંખ્યામાં અરજદારોની ભીડ જામતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. અરજદારોને લાંબા સમય સુધી મોટી મોટી લાઈનોમાં ઉભા રહેતા અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. રહેઠાણ અંગેના પ્રમાણપત્ર મેળવવા માટે એક સાથે મોટી સંખ્યામાં અરજદારો આવતાં તમામ મામલતદાર કચેરીમાં ભારે ભીડ જોવા મળી હતી.


  • Follow us on: