અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. બાયોગેસની લાઇનના બલૂનમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં કેટલાક કામદારો અને અધિકારીઓ સહિતના લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ETP પ્લાન્ટ પાસે વેલ્ડીંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની છે.


અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના

અમૂલ ડેરીના ETP પ્લાન્ટ પાસે વેલ્ડીંગ કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 કરતા વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જોકે આ મામલે અમૂલ દ્વારા સત્તાવાર કોઈ પુષ્ટિ મળી નથી. આ ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આજે ડેરીની નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું તેથી અનેક નેતાઓ અમૂલ ડેરીમાં હાજર હતા.

બાયોગેસની લાઇનના બલૂનમાં બ્લાસ્ટ થયો

અમૂલ ડેરીમાં બ્લાસ્ટની ઘટનાનો અવાજ આસપાસ સાંભળી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતાં કામદારો અને અધિકારીઓ સહિત કેટલાક લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળી રહી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.


  • Follow us on: