આણંદ સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ ઝડપાયો છે. ઉસ્માનગની મીર 15,000ની લાંચ લેતા ઝડપાયો છે. ACBએ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. ફરિયાદીના મકાનનો કબ્જો બેંકને સોંપવા હુકમ થયો હતો. આરોપી કોર્ટ કમિશ્નર સાથે મકાનનો કબ્જો અપાવવા ગયો હતો. પઝેશન નોટિસ કાઢવા માટે 25 હજારની લાંચ માંગી હતી. પહેલા 10 પછી 15 હજારની લાંચ માંગી હતી.
આણંદ સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ ઝડપાયો
આણંદની સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ 15 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ચોથા એડી. સિનિયર સિવિલ જ્જની કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો છે. ઉસ્માનગની ઇસ્માઇલ ગની મીર 15 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદીના મકાનનો કબ્જો બેંકને સોંપવા કોર્ટએ હુકમ કર્યો હતો. આરોપી કોર્ટ કમિશ્નર સાથે મકાનનો કબ્જો અપાવવા ગયા હતા, પરંતુ બેંકને કબ્જો અપાવેલ નહીં. ફરીવાર કબ્જો લેવા આવે ત્યારે પઝેશન નોટિસ કાઢવા માટે 25 હજારની માંગણી કરી હતી.
ACBએ 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
લાંચની રકમના 10 હજાર અગાઉ લીધા હતા. બાકીના 15 હજારની માંગણી કરી હતી. અમૂલ ડેરી રોડ પર લાંચની રકમ લેવા આરોપી આવ્યો હતો. 15 હજારની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો છે. આણંદ એસીબીએ ટ્રેપ ગોઠવી લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ACBએ લાંચની રકમ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.