આણંદ જિલ્લાના ખંભોળજ-સારસા રોડ પર મધરાતે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે દોડી રહેલી કારની ટક્કરથી બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બનાવની વિગતો મુજબ, આ ગમખ્વાર અકસ્માત રાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે ખંભોળજ-સારસા રોડ પર સર્જાયો હતો. મૃતક યુવકની ઓળખ ધોળી ગામના તુષાર પરમાર તરીકે થઈ છે.
ખંભોળજ સારસા રોડ પર ગમખ્વાર અકસ્માત
પૂરપાટ ઝડપે દોડી રહેલી ક્રૂઝર ગાડીના ચાલકે રસ્તા પર જઈ રહેલા તુષાર પરમારના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઇકચાલક યુવક રસ્તાની બાજુમાં આવેલી દીવાલ સાથે અથડાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.બાઇકને ટક્કર માર્યા બાદ ક્રૂઝર કાર અનિયંત્રિત બનીને વીજપોલ સાથે અથડાઈને વીજ ડીપીમાં ઘૂસી ગઈ હતી.










