કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આણંદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આણંદમાં દેશની પહેલી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી હાજર રહ્યા હતા. સહકારીતા ક્ષેત્રમાં ભાઇ - ભત્રીજાવાદ દુર થશે. આ યુનિવર્સિટી 125 એકરમાં 500 કરોડના ખર્ચે બનશે. યુનિવર્સિટી દેશ ભરમાં સહકારીતા મજબુત કરશે. 

દેશની પહેલી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 જુલાઈએ અમૂલ ડેરીમાં સહકાર મંત્રાલયના સ્થાપન દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. 6 જુલાઈએ તેઓ જનસભા સંબોધન અને બેઠક યોજશે. એનસીડીએફઆઈ મોગરની મુલાકાત લઈ તકતી અનાવરણ કરશે. એનડીડીબી ખાતે નવા ભવનનું લોકાર્પણ કરશે. તેમજ આઈડીએમસી વિઠ્ઠલ ઉદ્યોગનગરની મુલકાત લેશે.

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ

આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. જેના ભાગ રૂપે આણંદમાં વાલ્મી ખાતે દેશની સૌપ્રથમ સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કરાયું છે. આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી હાજર રહ્યા હતા. 6 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમૂલ ડેરીમાં સહકાર મંત્રાલયના સ્થાપન દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે.

  • Follow us on: