અંકલેશ્વર જીઆઇડીસી માં ડીજીવીસીએલ કંપનીની અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી દરમ્યાન ગેસ લાઈન લીક થતા નાશભાગ મચી જવા પામી હતી. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ આવી પહોંચી ગેસ લાઈન બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી માં કોહીઝોન કંપની પાસે વીજ કંપની દ્વારા અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે,આ કામગીરી દરમ્યાન પસાર થતી ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી આ અંગે ની જાણ ગુજરાત ગેસ કંપનીમાં કરવામાં આવતા અધિકારીઓ એન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી હતી.અને તાત્કાલિક સમારકામ શરુ કર્યું હતું આ ઘટના ની જાણ થતા વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા.



  • Follow us on: