અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ કુત્રિમ જળકુંડમાં આજરોજ પાંચ દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સમયે ભક્તિ સભર માહોલ જોવા મળ્યો હતો


દુંદાળાદેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના આજે પાંચમા દિવસે શ્રીજીની પ્રતિમાઓનું અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટીફાઇડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.કૃત્રિમ જળકુંડ પર તંત્રની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. ભક્તોના ઘરે સ્થાપિત 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.અત્યંત ભક્તિ ભાવ પૂર્વક ભક્તોએ બાપ્પાને વિદાયઆપી હતી.વિસર્જનની પ્રક્રિયા દરમ્યાન નોટીફાઇડ એરિયા ઓથો.ના ચીફ ઓફ્સિર ચિંતન પટેલ, એ.આઈ.એ.ના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર કમિટીના ડેનિશ ભૂત સહિત અધિકારીઓએ હાજર રહી વિસર્જન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આજે સવારથી વિસર્જન સવારીઓની શરૂઆત થઇ હતી અને આખો દિવસ યાત્રાઓ ચાલી હતી. મોડી સાંજ સુધીમાં આશરે એક હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવ્યું હતું.


  • Follow us on: